અહેવાલ : ભવિષ જોષી (હળવદ)
હળવદ : હળવદમાં શૈક્ષણિક ક્ષેત્રે ખ્યાતનામ મહર્ષિ ગુરુકુલમાં પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે છ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મહર્ષિ ગુરુકુલ સિવાય અન્ય સ્કુલના વિદ્યાર્થીઓએ પણ બહોળી સંખ્યામાં ભાગ લીધો છે ત્યારે આ કેમ્પમાં વિદ્યાર્થીઓને જુદી જુદી એક્ટિવિટી જેવી કે હોર્સ રાઈડિંગ, કરાટે, ડાન્સ, મ્યુઝિક, શુટીંગ, યોગા, ટ્રેકિંગ, આર્ટસ એન્ડ ક્રાફટ, રપ્લિંગ જેવી અલગ અલગ પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે તેમનામાં રહેલી શક્તિથી મનગમતી કોઈ પણ પ્રવૃત્તિમાં રસ દાખવે અને વિદ્યાર્થીઓમાં રહેલી સ્કીલ ડેવલોપ થાય એ હેતુથી મહર્ષિ ગુરુકુળ ખાતે છ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહર્ષિ ગુરુકુલના એમ. ડી. રજનીભાઈ સંઘાણી વિદ્યાર્થીઓ પોતાની મનગમતી પ્રવૃત્તિઓમાં આગળ વધે એ માટે દરેક વિદ્યાર્થીઓને ઉત્સાહ પુરો પાડી રહ્યા છે ત્યારે રજનીભાઈ સંઘાણી દ્વારા સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્ય કરી સમર કેમ્પને ખુલ્લો મુકાયો હતો અને મહર્ષિ ગુરુકુલ સિવાય અન્ય સ્કુલના વિદ્યાર્થીઓ સમર કેમ્પમાં જોડાયા હતા. મહર્ષિ ગુરુકુલ દ્વારા સમર કેમ્પને લઈને જીણવટપૂર્વક દરેક તૈયારીઓ કરવામાં આવી છે. પરીક્ષાઓ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓને માનસિક શાંતી મળે અને અગાઉના વર્ષમાં ભણતર માટે તેઓ ઉત્સાહ પૂર્વક આગળ વધે એ હેતુથી ગુરુકુલ પરીસરમાં જ આ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

