મોરબી તાલુકાના પંચાસર ગામે એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો પાડીને વરંડામાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો જોકે દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળતા એલસીબીએ રૂપિયા 31,200 નો મુદામાલ કબ્જે કરીને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના પંચાસર ગામે તળાવની પાળ પાસે દરબાર સમાજ વાડી પાછળ આવેલ હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલાના વરંડામાં દારૂ હોવાની બાતમી મળતા એલસીબી ટીમે દરોડો કર્યો હતો જેમાં આરોપીના કબ્જા ભોગવટાવાળા વરંડામાંથી વિદેશી દારૂની 96 બોટલ અને બીયરના 24 ટીન મળી કુલ રૂપિયા 31,200 નો મુદામાલ મળી આવ્યો હતો જોકે દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળતા પોલીસે આરોપી હિતેન્દ્રસિંહ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવીને આરોપીને શોધવા કવાયત હાથ ધરી છે.