માળીયા તાલુકાના મોટી બરાર ગામમાં ભારે પવન ફૂંકાતા એક મહાકાય વૃક્ષ ધડાકાભેર ધરાશાયી થયું હતું અને મંદિર પર વૃક્ષ પડ્યું હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
મોટી બરાર ગામમાં રામજી મંદિર પાસે આવેલ લીંબડાનું મહાકાય વૃક્ષ જોરદાર પવન ફૂંકાતા ધરાશાયી થયું હતું અને મંદિર પર પડ્યું હતું જેથી રામજી મંદિરમાં નુકશાની થવા પામી હતી જોકે વૃક્ષ પડ્યું તે સમયે વડીલો થોડા દુર બેઠા હોય જેથી સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી અને વડીલોનો આબાદ બચાવ થયો હતો.