મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીકથી તાલુકા પોલીસે બે ચોરાઉ મોટરસાયકલ સાથે અમદાવાદના શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ ગઈકાલે ઘુંટુ ગામે દાડમા દાદાના મંદિર પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અમદાવાદ ઘાટલોડિયાના આંબલી ગામનો વતની આરોપી કિશન રમેશભાઇ પટેલ શંકાસ્પદ મોટર સાયકલ લઈને પસાર થતા પોલીસે અટકાવી કાગળો માંગતા આરોપીએ ગલ્લાતલ્લા શરૂ કરી વાહન અંગેના આધાર પુરાવા રજૂ ન કરતા પોલીસ ટીમે પોકેટ કોપ મારફતે સર્ચ કરતા મોટર સાયકલ ચોરાઉ હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ અન્ય એક મોટર સાયકલ ચોર્યાની પણ કબૂલાત આપતા પોલીસે રૂ. 50 હજારની કિંમતના બે ચોરાઉ બાઈક કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.