મોરબીના રંગપર નજીકથી બીયરના 142 ટીન સાથે ગેરેજના ધંધાર્થીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે રંગપર બેલા ગામની સીમમાંથી ગેરેજના ધંધાર્થી દિવ્યેશભાઈ કિશોરભાઈ અંબાણીના કબ્જામાંથી ટ્યુબોર્ગ પ્રિમીયમ બીયર ઓરીજનલ ગ્રીન ફોર સેલ ઈન ગોઆ લખેલ 500 મી.લી.ના એલ્યુમિનિયમના કંપની શીલપેક 142 ટીન (કીં.રૂ. 14,200) કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.