અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ચોરીના પાંચ મોટર સાયકલની કી.રૂ.1.85 લાખના મુદામાલ સાથે મોરબીના માળીયા વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનના બી.એન.એસ કલમ ૩૦૯(૪),૩૧૧ વિ.મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇસુબભાઇ મુસાણી (મીયાણા) રહે-અમદાવાદ તે ચોરી કરેલા મોટરસાયકલ સાથે માળીયા મીં વિસ્તારમા આંટા ફેરા કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે ઇસુબભાઇ હબીબભાઇ મુસાણી (મીયાણા) (ઉ.વ.24) રહે, અમદાવાદ શાહીબાગ મળી આવતા જેની સઘન અને યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા આરોપી વટવા પોલીસ સ્ટેશનના લુંટના ગુનામાં નાસતો ફરતો હોય અને પોતે અમદાવાદ શહેર ગાંધીધામ જામનગર ખાતેથી જાહેર જગ્યાએ પાર્ક કરેલી મોટર સાયકલોની ચોરી કરી હોવાની કબુલાત આપતા આરોપી પાસેથી પાંચ ચોરાવ બાઈક કી.રૂ.1.85 લાખના મુદામાલ સાથે મળી આવતા બી.એન.એસ.એસ કલમ ૧૦૬(૧) મુજબ કબ્જે કરી આરોપીને બી.એન.એસ.એસ કલમ ૩૫ (ઇ) મુજબ અટક કરી ધોરણસરની કાર્યવાહી માળીયા મીયાણા પોલીસે હાથ ધરી હતી.
