મોરબી : શિક્ષકોમાં રહેલી એકતા, સહકાર અને ખેલદિલીની ભાવના ઉજાગર કરવાનાં ઉમદા હેતુથી મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જીલ્લાના શિક્ષકો માટે ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ તા. 30 એપ્રિલના રોજ બપોરે 12 કલાકે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ, નવા નાગડાવાસ પાટિયા પાસે, મોરબી માળિયા હાઈવે ખાતે યોજાશે જેમાં ઉદ્દઘાટન સમારોહમાં મોરબી જીલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી. કાવર અને નવા નાગડાવાસના સરપંચ સુખાભાઈ ડાંગર ઉપસ્થિત રહેશે તેમજ તા. 01 મે ના રોજ બપોરે 03 કલાકે સમાપન સમારોહ યોજાશે જે પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ડી.ઈ.ઓ. બી.એમ. સોલંકી ઉપસ્થિત રહેશે તેમ પ્રાથમિક શિક્ષક સંઘની યાદીમાં જણાવ્યું છે.