જામ ખંભાળિયા
ખંભાળિયા લાયન્સ કલબના આગામી વર્ષના પ્રમુખ યુવા અગ્રણી પરબતભાઈ ગઢવી,શપથ ગ્રહણ સમારોહ યોજાયો
સેક્રેટરી ડૉ.સાગર ભૂત અને ટ્રેઝરર અમિતભાઈ બુધભટ્ટી
આ કાર્યક્રમમા પરેશભાઈ વાંઝા અને મહેશભાઈ મોવર દ્વારા અંગદાન લેવાનું જાહેર કરી નવ નિયુક્ત પ્રમુખને ભેટ આપી
કલેકટર, પાલીકા પ્રમુખ, પૂજ્ય ગીરીશ આપા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
ખંભાળિયામાં લાયન્સ ક્લબના આગામી વર્ષ 2025 26 હોદ્દેદારોનો ટાઉનહોલ ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં પ્રમુખ તરીકે ખંભાળિયાના યુવા અગ્રણી અને પત્રકાર પરબતભાઈ ગઢવી,સેક્રેટરી ડૉ.સાગર ભૂત ટ્રેઝરર તરીકે અમિતભાઈ બુધભટ્ટી સહિત ટીમે પદગ્રહણ લાયન્સ ક્લબ પૂર્વ ગવર્નર ધીરેનભાઈ બદીયાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કલેકટર આર.એમ તન્ના, ખંભાળિયા પાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, પૂજ્ય ગિરીશ આપા, રિજિયન ચેરપર્સન જગત રાવલ, ઝોન ચેર પર્સન ધ્રુવીબેન સોમપુરા, સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીરવ વાડોદરિયા, શૈલેષભાઈ ગઢવી, ચૈતાલી બેન સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યકમ તત્કાલીન પ્રમુખ ડૉ સાગર ભૂત, લાયન પરેશ મહેતા,નિમિષા નકુમ, દીપક ચોકસી, દિનેશ પોપટ, યોગેશ મોટાણી, હાડાભા જામ, ડો રણમલ વાળોતરીયા, ડૉ અમિત નકુમ,દિવ્યેશ મોદી,ઘનશ્યામસિંહ જાડેજા, વિનુભાઈ બરછા, વીરાભાઇ ભાદરકા, પંકજભાઈ પંડ્યા, ડોક્ટર શાલીન પટેલ,જેમિનીબેન મોટાણી,નીતાબેન બદીયાણી, દર્શનાબેન મહેતા,જાનકીબેન ભૂત, નીપાબેન બુધભટ્ટી સહિત લાયન્સ ક્લબના અગ્રણીઓ અને શહેરના આગેવાનને ઉપસ્થિતિમાં યોજાયો હતો આ તકે આગામી વર્ષના નવા હોદ્દેદારો સફથ ગ્રહણ કર્યું હતું કાર્યક્રમનું સુંદર સંચાલન દિનેશ પોપટ દ્વારા કરવામાં આવેલ હતું
નવા વરાયેલા પ્રમુખ પરબત ગઢવીએ આગામી વર્ષ સેવાકિય પ્રવૃત્તિઓ તન મન અને ધન થી સેવા કરવાની ખાત્રી આપેલ હતી
આ તકે પાલિકા પ્રમુખ , ડોક્ટર, મહિલા અગ્રણી ,સમાજ અગ્રણીઓ સહિત 12 નવા સભ્યોનો સંસ્થામા શપથ ગ્રહણ કર્યું
નવા વરાયેલા પ્રમુખ પરબત ગઢવીના અંગદાનના અભિયાન ને ટેકો આપી પરેશભાઈ વાંઝા અને મહેશભાઈ મોવર દ્વારા અંગદાન લેવાનું જાહેર કરી નવ નિયુક્ત પ્રમુખને ભેટ આપી હતી








