મોરબીના વાવડી રોડ પાર સાત મહિલાઓ જુગાર રમતા ઝડપાય
મળતી માહિતી અનુસાર મોરબી સી.ટી. એ ડી.વી. પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગર શેરી નં -૨-૩ ની વચ્ચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી સાત મહિલાઓ ઝડપાય હતી જેમાં ઈલાબેન ભરતભાઇ વ્યાસ (ઉવ.૬૦) રહે.કુબેર્નગર-૪, વાવડી રોડ, નિપાબેન તુષારભાઇ ગોહેલ (ઉવ.૨૮) રહે. ગાયત્રીનગર શેરી નં-૨-૩ વચ્ચે, તેજલબેન બેચરભાઇ રાઠોડ (ઉવ.૨૧) રહે. કારીયા સોસાયટી, વાવડી રોડ, શ્વેતાબેન ત્રીલોકભાઇ વ્યાસ (ઉવ.૬૧) રહે.ગાયત્રી નગર શેરી નં-૨-૩ વચ્ચે મોરબી, શિલતબા પદુભા ગોહીલ (ઉવ.૩૧) રહે.ગાયત્રી નગર શેરી નં-૨-૩ વચ્ચે, ખુશીબેન અર્જુનભાઇ ચૌહાણ (ઉવ.૨૯) રહે ગાયત્રી નગર શેરી નં-૨-૩ વચ્ચે,વાવડી રોડ, ગીતાબેન ઘનશ્યામભાઇ ગોહેલ (ઉવ.૫૦) રહે. ગાયત્રી નગર શેરી નં-૨-૩ વચ્ચે,વાવડી રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૨૩૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપી મહિલાઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.





