આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સામતભાઈ ગઢવીને ગુજરાતના ફ્રન્ટલ સંગઠન મહામંત્રી તરીકે મહત્વની જવાબદારી સોંપાઈ
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં ઝડપથી પોતાનું સંગઠન મજબૂત કરી રહી છે અને રાજ્યભરના લોકો મોટી સંખ્યામાં પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. આ ઝડપી વિસ્તરણના સંદર્ભમાં, આમ આદમી પાર્ટીએ શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત નામ અને સમાજસેવામાં ઉત્કૃષ્ટ યોગદાન ધરાવતા, મૂળ જામ ખંભાળિયાના અને હાલ ગાંધીનગર ખાતે રહેતા શ્રી સામતભાઈ ગઢવીને આમ આદમી પાર્ટી ગુજરાત ફ્રન્ટલ સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરી છે.
આ નિમણૂક સાથે સામતભાઈ ગઢવીને પાર્ટીના સંગઠનને વધુ મજબૂત અને વ્યાપક બનાવવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા સામતભાઈ ગઢવીને આ નવી ભૂમિકા માટે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય અને જનહિતના મુદ્દાઓ પર સતત કામ કરી રહી છે. સામતભાઈ ગઢવીની આ નિમણૂકથી પાર્ટીના સંગઠનને વધુ ગતિશીલતા અને મજબૂતી મળશે, જે ગુજરાતના લોકોના હિતમાં કામ કરવાના પાર્ટીના સંકલ્પને વધુ મજબૂત કરશે.
આમ આદમી પાર્ટી, ગુજરાત





