Thursday, June 18, 2026

મોરબી માં સરકારી નીતિ નિયમો નો ઉલાળીયો,નાયબ કલેકટર સુશીલ પરમાર નો ફક્ત એક જ રૂલ્સ “ભ્રષ્ટાચાર”

Advertisement
Advertisement
Advertisement

મોરબી માં સરકારી નીતિ નિયમો નો ઉલાળીયો,
નાયબ કલેકટર સુશીલ પરમાર નો ફક્ત એક જ રૂલ્સ “ભ્રષ્ટાચાર”

મોરબી મા છાશવારે સુશીલ પરમાર સામે ભ્રષ્ટાચાર ની અનેક ફરિયાદો ઉઠી રહી છે તેમ છતાં પણ સરકારી નિયમો ની ફાકી કરી ને ઘોડીને પી જતા સુશીલ પરમાર સરકારી નિયમો ઉપર વટ જઇ કામગીરી કરે છે અને જિલ્લા તંત્ર મૂકબધિર જોયા કરે છે

મોરબીમાં ચકચારી વજેપર સુર્વે નં ૬૦૨ બોગસ વારસાઈ હોઈ કે બોગસ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર હોય સુશીલ પરમાર ફકત ટેબલ નીચે ની કામગીરી મા જ રસ લે છે

મોરબીના જેપુર ગામે સરકારી ખરવાના સુર્વે નં ૧૭૨પૈકી૧ ની હે ૩૧૭૬૮ ચો.મી. જમીન માંથી ૪૦૪૭ ચો. મી. જમીન ગામતળ નીમ કરવાનો તા ૨૨/૪/૨૫ ના રોજ હુકમ કર્યો જેમાં કોઈ જ રેકોર્ડ ની ખરાઇ કરી નથી

સરકારી ખરાબા માં આસામીઓના વાળા આવેલ છે જે મેટર સિવિલ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં પણ સિવિલ કોર્ટ ઉપર વટ જઇ હુકમ કરી દીધો

આ હુકમ કરવાનું મુખ્ય કારણ ગામ માં વૈમનસ્ય ફેલાઈ તેવું દેખાઈ રહ્યું છે , અગાઉ જેપુર ગામમાં સમાજવાડી અને વાળાઓ ને લઈ ને વિવાદ થઈ ચૂક્યો છે અને ગામસભા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી

પ્રાંત સુશીલ પરમારે તા ૨૨/૪૨૦૨૫ ના રોજ ૪૦૪૭ ચો. મી. જગ્યા ગામતળ નીમ કરવાનો હુકમ કર્યો અને અચાનક મગજ મા ઘૂરી આવતા ૧૦ દિવસ બાદ પોતે જ સુધારા હુકમ કરી ગામતળ નું સેત્રફળ બદલી ૩૫૩૦ ચો.મી. કરી નાખ્યું

પણ નવાઈ ની વાત તો એ છે કે સુધારા હુકમ ની ૩૫૩૦ ચો.મી. જગ્યા ઉપર પણ આસામીઓના વાળા. જે સિવિલમાં પેન્ડિંગ મેટર અને દરગાહ આવેલી છે તથા એટલું સેત્રફળ જગ્યા ઉપર જ નથી

એવી પણ જાણકારી મળી રહી છે કે આ સમગ્ર પ્રકરણ માં રેકોર્ડ સાથે ચેડા થયા છે જેમાં મંત્રી અને ટીડીઓ ની ભૂમિકા શંકાસ્પદ છે જેની સામે સરપંચ દ્વારા ફોજદારી કાર્યવાહી માટે તજવીજ ચાલુ કરી છે

Related Articles

Total Website visit

1,608,587

TRENDING NOW