મોરબીના વનાળીયા ગામે નજીવી બાબતે સસરાએ દંપતિ પર કર્યો ધાર્યા વડે હુમલો
મોરબી તાલુકાના વનાળીયા ગામે મહિલાના સસરા ધારાભાઈએ એમના ઘરની લાઈટ બંધ કરી દિધેલ હોય જે બાબતે મહિલાના પતિ આરોપીને કેમ લાઇટ બંધ કરી દિધેલ છે તેમ કહેવા જતા આરોપીએ મહિલાના પતિ જોડે બોલાચાલી કરી ધોકા વડે મારમારતા મહિલા છોડાવવા જતા મહિલા પર ધાર્યા વડે હુમલો કરી ઇજા કરી હતી તથા અન્ય આરોપીએ દંપતીને ગાળો આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા ભાનુબેન રાજેશભાઈ અજાણા (ઉ.વ.૨૬) એ આરોપી ધારાભાઈ ઘેલાભાઈ અજાણા રહે. વનાળીયા તથા મનીષાબેન વિરાજભાઈ ખાંભલા રહે. શનાળા ગામ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના સસરા ધારાભાઈ એ એમના ઘરની લાઇટ બંધ કરી દિધેલ હોય અને જે બાબેતે ફરીયાદિના પતિ આરોપીને કેમ લાઇટ બંધ કરી દિધેલ છે તેમ કહેવા જતા આરોપીએ- ફરીયાદિના પતિ જોડે બોલાચાલી તથા ઝઘડો કરી લાકડીના ધોકા વડે માર મારેલ અને ફરીયાદી વચ્ચે છોડાવવા જતા ફરીયાદીને આરોપીએ ઉશ્કેરાઇ જઇને ફળીયામાં પડેલ ધારીયા વડે માથાના ભાગે તથા ડાબી બાજુના ખભાના ભાગે તથા જમણા હાથમાં મારી ગંભીર ઇજા પોહચાડી અને આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.