મોરબીમાં ઉછીના રૂપિયા પરત માંગતા આધેડને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે દુકાન ચલાવતા આધેડે પોતાની દુકાનમાં એક શખ્સને નોકરીએ રાખેલ અને એ શખ્સને ઉછીના પૈસા આપેલ હોય જે પરત માંગતા આરોપીને સારૂં નહીં લાગતા ચાર શખ્સોએ આધેડને પાઈપ વડે મારમાર્યો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં ધરતી ટાવર ૦૧ બોનીપાર્ક રવાપર ફ્લેટ નં -૪૦૧ માં રહેતા વિજયભાઈ કેશવભાઈ સરડવા (ઉ.વ.૪૯) એ આરોપી રફિકભાઈ નુરમામદભાઈ સિપાઈ , મકબુલ, સાહિલ, તથા અજાણ્યો ઈસમ રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની દુકાનમાં આરોપી રફિકભાઈ નોકરી કરતો હોય તેણે ફરીયાદી પાસેથી હાથ ઉછીના પૈસા લીધેલ હોય જે ફરીયાદીએ આરોપી પાસે માંગતા જે બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને પાઈપ વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.