આયુષ હોસ્પિટલમાં યુરો વિભાગમાં ટાંકા વગર નું (દૂરબીનથી) સફળ સર્જરી
એક ૬૫ વર્ષના દર્દી જે મોરબી ના રહેવાસી છે જેમને પેશાબમાં તકલીફ હતી, જેમને પેશાબ પૂરી રીતે ન ઉતરવો, પેશાબ ધીમેથી ઉતરવો,રાત્રે વાંરવાર પેશાબ કરવા જવું જેવા લક્ષણો હતા. જેથી તેમને હોસ્પિટલ માં બતાવ્યું ત્યાં રીપોર્ટ કરતા જાણવા મળ્યું કે, તેમની પ્રોસ્ટેટની ગ્રંથી મોટી થઇ હોવાનું જાણવા મળ્યું. જેમાં તેમના પ્રોસ્ટેટની સાઈઝ ૧૨૭ ગ્રામ છે. સામાન્ય પ્રોસ્ટેટની સાઈઝ ૧૨ થી ૧૫ ગ્રામ હોઈ છે. ત્યાં હોસ્પીટલમાંથી કેહવા માં આવ્યું કે ટાંકા વગર નું (દૂરબીનથી) ઓપરેશન થશે નહીં. તેમને ચીરોમાંરીને ટાંકાવાળું ઓપરેશન કરવું પડશે. ત્યાર બાદ દર્દી આયુષ હોસ્પિટલમાં બતાવવા માટે આવેલ.ત્યાં યુરોલોજીસ્ટ ડૉ. કેયુર પટેલ દ્વારા સમજાવામાં આવ્યું કે પ્રોસ્ટેટ ની સાઈઝ મોટી થઈ ગઈ હોવાના કારણે ટાંકા વગર નું (દૂરબીનથી) ઓપરેશન શક્ય છે, પરંતુ ૨ સ્ટેજ માં કરવું પડે.દર્દી ના અનુકુળતા મુજબ ૪ દિવસની અંદર અંદર ૨ સ્ટેજ માં ટાંકા વગર નું (દૂરબીનથી) ઓપરેશન કરવા માં આવ્યું અને ૧૨૭ ગ્રામ ના પ્રોસ્ટેટ ને દુર કરી અને દર્દીને રજા કરવા માં આવી હાલ માં દર્દીને પેશાબમાં કોઈ પ્રકારની તકલીફ નથી. તેથી દર્દી અને તેમના સગા દ્વારા ડૉ કેયુર પટેલ અને હોસ્પિટલ ના સ્ટાફ નો આભાર માનવા માં આવ્યો.
