મોરબીના નીચી માંડલ ગામે કારખાનામા પગ લપસી પડી જતા યુવકનું મોત
મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ કેરા વીટ્રીફાઈડ નામના કારખાનાના માટી ખાતામાં કામ કરતી વખતે પગ લપસી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં વીટ્રીફાઈડ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા રીતેશભાઈ ભુવાનસીંગ સોલંકી (ઉ.વ.૧૮) નામનો યુવક વીટ્રીફાઇડ નામના કારખાનાના માટી ખાતામા કામ કરતો હોય તે વખતે પગ લપસી પડી જતા માથામા હેમરેજ જેવી ઈજા થતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.