મોરબીના બેલા આમરણ રોડ પર ચણા ભરેલ ટ્રક પલ્ટી મારી જતા એકનું મોત; એક ઇજાગ્રસ્ત
મોરબીના બેલા આમરણ રોડ ઉપર આમરણ ગામની ગોલાઈ પાસે રોડ પર ચણાની ભરેલ ટ્રક બેફિકરાઈથી ચલાવતા ટ્રક પલ્ટી મારી જતા ટ્રકમાં પાછળ બેઠેલ એક વ્યક્તિ ચણાની ગુણીઓ નીચે દબાઈ જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ભોગ બનનાર મૃતકના ભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે રહેતા વલીમામદભાઈ ઉમરભાઈ જામ (ઉ.વ.૪૫) એ ટ્રક રજીસ્ટર નંબર-જીજે-૧૪-ઝેડ-૫૭૭૭ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળી ચણાની ભરેલ ટ્રક ગાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ ભરવા જતા હતા ત્યારે ફરીયાદીના ભાઇ કાદરભાઇ ઉમરભાઇ જામ રહે.બેલા (આમરણ) ગામ તા.જી.મોરબી વાળા ટ્રકની પાછળ તથા સમીરભાઇ તથા અમીતભાઇને ટ્રકની કેબીનમાં બેસાડી જતા હતા ત્યારે આમરણ ગામની ગોલાઇ પાસે પોતાના હવાલા વાળો ટ્રક પુર ઝડપે ગફલત પુરઝડપે અને ગફલત ભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેફિકરાઇ થી ચલાવી ટ્રકને પલ્ટી ખવરાવી દેતા પાછળના ભાગે બેસેલ ફરીયાદીનો ભાઇ ચણાની ભરેલ ગુણીઓ નીચે દબાઇ જતા શરીરે તથા વાસામા તથા ડાબા હાથે ગંભીર ઇજા પહોંચતાં કાદરભાઇનુ મોત નીપજયું હોય તથા સમીરભાઇને હાથે તથા પગે મુંઢ ઇજા કરી પોતાના હવાલા વાળો ટ્રક મુકી નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.