Thursday, May 15, 2025

મોરબીના જેતપર રોડ પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જેતપર (મચ્છુ) ગામે ગૌશાળા સામે રહેતા મધુબેન મનસુખભાઇ પરમાર (ઉ.વ.૪૨) એ આરોપી સી.એન.જી. ઓટો રીક્ષા રજીસ્ટર નંબર -જીજે-૩૬- ડબલ્યુ – ૦૬૪૫ વાળીના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળી સી.એન.જી. ઓટોરીક્ષા રજીસ્ટર નંબર-GJ-36-W-0645 વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે તેમજ બેદરકારીથી આગળ જતા વાહનનું ધ્યાન રાખ્યા વગર ચલાવી કાવુ મારી આગળ જતી સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર GJ-36-AC-8581 વાળીના પાછળના ભાગે ભટકાડી ફરીયાદીને માથામાં તથા વાંસામાં તથા પગમાં ગંભીર તથા મુંઢ ઇજા કરી તથા રીક્ષામાં સવાર અન્ય મુસાફરોને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી. જેથી આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,504,645

TRENDING NOW