મોરબીના રવાપર ઘુનડા રોડ પર ક્રિષ્ના સ્કુલની બાજુમાં શીવમ પેલેસ બ્લોક નં -૩૦૫મા રહેતા ચંદ્રીકાબેન પ્રભુલાલ પંડયા (ઉ.વ.૫૦) એ આરોપી કિશનભાઇ ભરતભાઈ ભરવાડ, નીલેશભાઈ ભરતભાઈ ભરવાડ તથા બાબુ ભરવાડ રહે. બધા મોચી ચોક મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદ પ્રફુલભાઇ ગોલાનો વેપાર કરતા હોય તથા આરોપીઓ પણ ગોલાનો વેપાર કરતા હોય અને ફરીયાદીને ત્યા વધારે ગ્રાહકો આવતા હોય અને આરોપીઓનો ધંધો ચાલતો ના હોય જેથી જેનો ખારા રાખી આરોપીઓએ ફરીયાદીના ભાઇને ઢિકાપાટુનો માર મારતાં ફરીયાદી છોડાવવા જતા આરોપીઓએ ફરીયાદીને માથામાં ખુરશી મારી ઈજા પહોંચાડી તથા સાહેદને દુકાન ખોલશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.