મોરબીના રવાપર ગામે ન્યુ એરા સ્કૂલ પાસે બ્લોક નં -૨૦૧, સીટી હાઇટસ એપાર્ટમેન્ટમાં રહેતા સુજ્ઞેશભાઈ ચંદુલાલ પાટડીયા (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં રવીરાજ ચોકડી થી મોરબી જતા રોડ ઉપર મચ્છુ -૦૩ પુલના ખુણે રોડની સાઈડમાં પાર્ક કરેલ ફરીયાદનુ હીરો સ્પ્લેન્ડર પ્રો. મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૩-એલ.એલ- ૩૫૪૯ જેની કિંમત રૂપિયા ૩૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.