Thursday, May 1, 2025

ટંકારા નજીક યુવક સહિત બે નું અપહરણ કરનાર મહિલા સહિત પાંચ વિરુદ્ધ ગુન્હો દાખલ

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના હરીપર (ભુ) ગામે રહેતા અજીતભાઈ મુળજીભાઈ ભાગીયા (ઉ.વ.૩૭) એ આરોપી દિવ્યાબેન ઉર્ફે પુજા રમેશભાઈ જાદવ રહે. ટંકારા, રમેશભાઈ કાળુભાઈ જાદવ રહે. ટંકારા, સંજયભાઈ ભિખાલાલ પટેલ રહે. મોરબી, હાર્દીક કિશોરભાઈ મકવાણા રહે. નાની વાવડી ખોડીયાર સોસાયટી, રુત્વિક દિવ્યાબેન ઉર્ફે પુજાનોભાઈ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપી દિવ્યા ઉર્ફે પુજા ફોન નંબરથી સંપર્કમાં આવતા પોતાનું નામ જણાવી છત્તર તથા રાજકોટ તથા ટંકારાના આજુ-બાજુના વિસ્તારમા લઈ જઈ ફરીયાદી સાથે વિશ્વાસ કેળવી આ દરમ્યાન અન્ય આરોપીનો સમ્પર્ક કરી આરોપીઓને પાછળથી બોલાવી સહ આરોપી સ્વિફ્ટ કાર રજીસ્ટર નં.GJ-36 -AJ -9172 વાળીમા લઈ આવી અપહરણ કરી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને જુદી જુદી જ્ગ્યાએ લઈ જઈ મારમારી બળાત્કારના કેસમા ફસાવી દેવાનુ કહી ડરાવી ધમકાવી ફરીયાદી તથા સાહેદ પાસેથી રુ.૬ લાખ બળજબરીથી કઢાવી લીધેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,609

TRENDING NOW