Friday, May 2, 2025

મોરબીની આયુષ હોસ્પિટલની મોટી સફળતા, ૭૮ વર્ષના વૃદ્ધનું થાપા નું ઓપરેશન કર્યું

Advertisement
Advertisement
Advertisement

જેશાભાઈ સંખાવરા (ઉંમર ૭૮વર્ષ) ને થાપાનું ફ્રેકચર થયેલ હોવાથી આયુષ હોસ્પિટલમાં દાખલ થયેલા હતા. પરંતુ દર્દીને ડાયાબિટીસ, હાયપરટેન્શન, મગજનો લકવો જેવી બિમારીઓ પણ હતી. આમ તો આવા દર્દીઓને કમરમાં મણકાઓ વચ્ચેની જગ્યામાં સોઈથી ઈન્જેકશન આપીને કમરથી નીચેનો ભાગ બેભાન કરવામાં આવતો હોયછે. પરંતુ જેશાભાઇ ને વધારે ઉંમરના લીધે મણકાઓની વચ્ચેની જગ્યા એકદમ ઓછી થઈ ગયેલી હોવાથી એનેસ્થેટીસ્ટ ટીમ દ્વારા ઘણા બધા પ્રયત્નો પછી પણ એ શક્ય થઈ શકયું નહીં. ઉપરાંત દર્દીની બીજી બિમારીઓને લીધે પૂરા બેભાન કરવામાં પણ જોખમ વધારે હતું અને છેલ્લો વિકલ્પ એ હતો કે જે પગમાં ફ્રેકચર છે એ એક પગની નસોને બ્લોક કરીને એકજ પગ સારી રીતે બેભાન થાય તો ઓપરેશન થાય નહીંતર અગાઉ જણાવેલ બધા જોખમોને લીધે દર્દીને ઓપરેશન કર્યા વગર રજા લેવાની થાય.

પરંતુ એનેસ્થેટીસ્ટ ડોક્ટર સ્વેતા પ્રજાપતિ અને ડોક્ટર અદિતી ઝાલાવાડીયા એ છેલ્લો વિકલ્પ અમલમાં મૂકવાનું જોખમ લીધું અને ઓપરેશન થિયેટરમાં ,PNS મશીનની મદદથી Lumbar- Sacral Plexus Block આપ્યો, ૧૫-૨૦ મિનિટમાં દર્દીનો પગ બેભાન થઇ ગયો, ઓપરેશન સારી રીતે પતી ગયુ અને દર્દીને ઓપરેશન બાદ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું અને દર્દીના સગા પણ ખૂબજ સંતોષ અને આનંદમાં છે કે એમના દર્દીને પીડામાંથી રાહત મળી.

Related Articles

Total Website visit

1,502,706

TRENDING NOW