મોરબી : મહારાષ્ટ્રમાં યોજાયેલી જિગ્નાસ્ટિક નેશનલ ચેમ્પિયનશિપમાં મોરબીની દીકરી પિંકલ રાહુલભાઈ કોટેચાએ ક્વાલિફિકેશન રાઉન્ડ પાસ કરીને નેશનલ ચેમ્પિયનશિપ રાઉન્ડમાં પહોંચી છે. મહત્વનું છે કે, જિગ્નાસ્ટિકમાં સૌરાષ્ટ્રમાંથી નેશનલ કક્ષાએ રમવા ગયેલી પિંકલ પ્રથમ વિદ્યાર્થી બની છે. હાલ તે વિનય ઈન્ટ૨નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેના જિગ્નાસ્ટિક કોચ ચંદ્રેશભાઈ પટેલ દ્વારા તેને તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ જિગ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં ક્વાલિફાય કરીને ડિંકલ કોટેચાએ મોરબીનું ગૌરવ વધાર્યું છે.