મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના માધાપર ઝાપા પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતો આરોપી રાજેશભાઈ ઘોઘાભાઈ વાઘાણી (ઉ.વ.૪૩) રહે. વાવડી રોડ ગાયત્રીનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સ મુન્નાભાઈ કોળી રહે. સુંદરગઢ તા્. હળવદ વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.