Friday, May 2, 2025

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં સ્નેહમિલન સમારોહ યોજાવા માં આવ્યો

Advertisement
Advertisement
Advertisement

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં સ્નેહમિલન સમારોહ યોજાવા માં આવ્યો જેમાં કોંગ્રેસ ના અમરેલી જિલ્લા મહિલા પ્રમુખ વર્ષાબેન લીંબળ આમ આદમી પાર્ટી માં જોડાયાં હતાં તથા ટંકારા વિધાનસભાનાં કાર્યાલય નું ઓપનીગ કરવામાં આવ્યું..

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, કાર્યકારી પ્રમુખ કૈલાસ દાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા તથા જીલ્લા, તાલુકા અને નગરપાલિકા ના હોદ્દેદારો તથા કાર્યકરો હાજર રહ્યા હતાં. સ્નેહમિલન ની સાથે સાથે ટંકારા ની જનતા પ્રશ્નો વાંચા આપવા માટે ટંકારા તાલુકા પ્રમુખ નરોત્તમભાઈ ગોસરા તથા ટંકારા પ્રભારી જસવંતભાઈ કગથરા દ્વારા ટંકારા વિધાનસભાનાં કાર્યાલય નું ઓપનીગ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના અમરેલી જિલ્લા મહિલા પ્રમુખ વર્ષાબેન લીંબળ તથા ગુજરાત ટ્રક ડ્રાઈવર એસોસિયેશન પ્રમુખ ના પત્ની હરપ્રીત કોર આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરિત થઈને બહોળી મહિલાઓ સાથે વિધીવત રીતે ઈસુદાનભાઈ ગઢવી ના હસ્તે ખેસ પહેરી આમ આદમી પાર્ટી માં જોડાયાં. સાથે સાથે ઈસુદાનભાઈ ગઢવી તથા પ્રદેશ ટીમ દ્વારા આવનારી મહાનગરપાલિકા અને નગરપાલિકા ની ચુંટણી મજબુતાઈ થી લડી અને જીતવા માટે કાર્યકરો ને હુંકાર કર્યો હતો.

Related Articles

Total Website visit

1,502,695

TRENDING NOW