E-KYC ના લીધે આધાર કાર્ડને. લગતી કામગીરીમાં વધુ ભીડ જમા થતી હોય એક જ હોલમાં અસંખ્ય લોકો હોય ત્યા માત્ર એકજ પંખો હોય એ પણ બંધ હાલતમાં ..વિચાર કરો શું પરિસ્થિતિ થતી હશે?? સરકારી બાબુઓને એસી ચેમ્બરમાં મોજ અરજદારો બહાર ગરમીમાં શેકાય ૨૦-૨૦ દિવસ સુધી પંખો બંધ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી..વૃદ્ધો માટે યોગ્ય રીતે બેસવા વેવસ્થા નથી ..મહિલાઓ બાળકો ને પણ અ સહ્ય ગરમીમાં લાઈન માં ઉભા રહેવાનું ? ના બેસવા બાકડા છે ન કોઈ ટેબલ આ બધુ તો ઠીક પણ અહી કચેરીમાં તમને પીવા માટે પાણી પણ ન મળે…હા કચેરીમાં તમને એનેક વિભાગોની બહાર અસંખ્ય કૂતરાઓ જોવા મળશે.. જે બહાર લાળ ટપકાવી અરજદારોની રાહ જોઈને ગોઠવાયેલા હોય છે…..