જોડિયા ના લીંબાણી પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ ની ઉજવણી_!
જોડિયા :- ગુજરાત ના સમસ્ત લીંબાણી પરિવાર ની કુળદેવી માં ખોડિયાર માતાજી જોડિયા ગામના ચોરા વિસ્તાર માં માતાજી મંદિર માં વિરાજી રહયાં છે. દર વર્ષે માં ખોડિયાર માતાજી ના સાનિધ્યમાં જોડિયા ના લીંબાણી પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગરબી નું આયોજન કરાયું છે. જેમાં લીંબાણી પરિવાર ની બાળાઓ અને ગામની અનય જ્ઞાતિ ની બાળાઓ પ્રાચીન /અર્વાચીન ગરબા ની ગીતો પર ધીમે છે અને માં ની ભકિત આસ્થા સાથે આરાધના કરે છે. બીજા નોરતે રાજેશ.પી.લીંબાણી પરિવાર દ્વારા માં ખોડિયાર માતાજી નો આરતી નો લાભ લીધો હતો. આરતી બાદ ગરબી ની બાળાઓ દ્વારા ગરબા નો રાસ લીધો હતો.મંદિર ના પુજારી જયસુખ ભાઈ લીંબાણી ની આગેવાની હેઠળ લીંબાણી પરિવાર ના યુવાનો ગરબી ના આયોજન માં સહભાગી બન્યા છે. અહેવાલ- રમેશ ટાંક જોડિયા. ૫/૧૦/૨૪.