Friday, May 2, 2025

રાજકોટમાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા હરિફાઇ યોજાઇ; ૬૦૦ ખેલૈયાઓની ૩૦ કૃતિઓએ ઉપસ્થિતોને કર્યા મંત્રમુગ્ધ

Advertisement
Advertisement
Advertisement

રાજકોટમાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા હરિફાઇ યોજાઇ; ૬૦૦ ખેલૈયાઓની ૩૦ કૃતિઓએ ઉપસ્થિતોને કર્યા મંત્રમુગ્ધ

મહાનુભાવોના હસ્તે અર્વાચીન, પ્રાચીન અને રાસ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતા ટીમના ખેલૈયાઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા

રાજકોટ તા. ૨૪ સપ્ટેમ્બર – રાજકોટનાં હેમુ ગઢવી હોલ ખાતે જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા હરિફાઇ યોજાઇ હતી. જેમાં રાજકોટ જિલ્લાની વિવિધ શાળા- કોલેજૉના ૬૦૦ વિદ્યાર્થીઓએ પરંપરાગત પહેરવેશમાં વિવિધ પ્રાચીન રાસની ૩૦ કૃતિઓની અદભુત પ્રસ્તુતિ કરી હતી. જેમાં નમામિ દેવી નર્મદે, દીવા રાસ, મણિયારા સહિતના રાસો રજૂ થયા હતા. પ્રાચીન રાસમાં ખેલૈયાઓને જાતે જ કંઠસ્થ કરેલા રાસ ગાવાના હોય છે.

રમત ગમત યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં કમિશનર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી રાજકોટ સંચાલિત તથા એચ.જે. ઈન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ ના આર્થિક સહયોગથી આ સ્પર્ધા યોજાઇ હતી.

આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જયપાલસિંહ ઝાલા (બરવાળા), કીર્તિદેવસિંહ ગોહિલ (ભાવનગર), ભાવના રાણા(જામનગર), વિપુલ ભટ્ટ અને મીરા ઉપાધ્યાય (રાજકોટ) રહ્યા હતા.

અર્વાચીન ગરબા સ્પર્ધામાં પ્રથમ અર્જૂનલાલ હિરાણી કોલેજ, શ્રી અંબા ગ્રુપ કે.જી.ધોળકિયા સ્કુલ, તૃતીય શ્રી જગદંબા ગ્રુપ એસ.જી. ધોળકિયા સ્કુલ, પ્રાચીન ગરબા સ્પર્ધામાં પ્રથમ નવદુર્ગા ગુ્પ જી.કે ધોળકિયા સ્કુલ,દ્વિતિય ખોડિયાળ ગ્રુપ કે.જી.ધોળકિયા તૃતીય આત્મીય ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી તથા રાસ સ્પર્ધામાં પ્રથમ નટરાજ કલા મંદિર,દ્વિતિય કારડિયા રાજપુત રામ મંડળ,તૃતીય ખેલૈયા ગ્રુપ જી.કે ધોળકિયા સ્કુલ વિજેતા બની હતી.

આ સ્પર્ધાના વિજેતા ખેલૈયાઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરાયા હતા.આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.વી.દિહોરા,દાતા, કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,697

TRENDING NOW