Sunday, May 4, 2025

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા સાર્થક વિદ્યામંદિર ખાતે ભારત કો જાનો પ્રશ્નમંચ (ક્વિઝ)૨૦૨૪નું જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement
Advertisement

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા સાર્થક વિદ્યામંદિર ખાતે ભારત કો જાનો પ્રશ્નમંચ (ક્વિઝ)૨૦૨૪નું જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ ભારતની પ્રાચીન ઉજ્જવળ પરંપરાથી જ્ઞાત થાય અને સાંસ્કૃતિક જ્ઞાન વધે તેવા હેતુથી દર વર્ષે ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા મોરબીમાં આ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.મોરબી જિલ્લા ની પ્રાથમિક અને માધ્યમિક શાળાના કુલ 2227 વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ શાળા કક્ષાએ લેખિત પરીક્ષામાં (પ્રશ્નમંચમાં) ભાગ લીધેલ. ત્યાર બાદ શાળા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ કુલ 56 વિદ્યાર્થીઓ વચ્ચે જિલ્લા કક્ષાની સ્પર્ધા સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે તા.22/09/2024 ને રવિવારે યોજાયેલ.આ કાર્યક્રમમાં અતિથિ તરીકે જીતેન્દ્રભાઈ વિરમગામા (જિલ્લા બૌદ્ધિક પ્રમુખ આરએસએસ) તથા કાર્તિકભાઈ પાંચોટીયા (નાલંદા વિદ્યાલયના સંચાલક) તથા પ્રવિણભાઈ રાજાણી

(સાર્થક વિદ્યાલયના સંચાલક)

તથા જીલેશભાઈ કાલરીયા

(કિશાન સંઘના પ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ સ્થાને પીએમ શ્રી માધાપર વાડી કન્યા શાળા , દ્વિતીય સ્થાને સત્યમ વિદ્યાલય અને તૃતીય સ્થાને નવયુગ વિદ્યાલય રહી હતી .તેવી જ રીતે માધ્યમિક વિભાગમાં પ્રથમ સ્થાને ન્યુ ઓમ શાંતિ વિદ્યાલય, દ્વિતીય સ્થાને તપોવન વિદ્યાલય અને તૃતીય સ્થાને અભિનવ સ્કૂલ રહી હતી..આ પ્રશ્નમંચ (ક્વિઝ) સંયોજક હિરેનભાઇ ધોરિયાણી અને સહસંયોજક રાવતભાઈ કાનગડ દ્વારા લેવામાં આવેલ.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હરદેવભાઈ ડાંગર અને રાકેશભાઈ મેરજાએ સેવા આપેલ.ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા અને ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવેલ. રવિન્દ્રભાઈ ત્રિવેદી (ભા.વિ.પ.પશ્ચિમ ક્ષેત્રના સંસ્કાર પ્રકલ્પ સચીવ ) તથા મોરબી શાખાના સચિવ હિમતભાઈ મારવાણિયા, કોષાધ્યક્ષ ચિરાગભાઈ હોથી,મહિલા સહભાગિતા દર્શનાબેન પરમાર,સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, પ્રાંતના સમૂહગાન સ્પર્ધાના સહસંયોજક ધ્રુમિલ આડેસરા, વિનુભાઈ મકવાણા, વિપુલભાઈ અમૃતિયા, કૌશિકભાઈ અઘારા, મનહરભાઈ કુંડારિયા,હિરેનભાઈ સિણોજીયાએ સ્પર્ધામાં ભાગ લીધેલ અને સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને શિલ્ડ આપી સન્માનિત કરેલ.

કાર્યક્રમનું સુચારુ સંચાલન પંકજ ભાઈ ફેફર દ્વારા કરવામાં આવેલ હતું, આ કાર્યક્રમમાં આર્થિક સહયોગ પૂજાબેન અશ્વિનભાઈ કડીવાર (અંજલિ મેડિકેર એજન્સી) તથા ગિરીશભાઈ પટેલ (પરમેશ્વર લેમીનેટ)એ આપ્યો હતો, સ્થાન તથા અન્ય જરૂરીયાતો કિશોરભાઈ શુકલ (સાર્થક વિદ્યામંદિર)એ પૂરી પાડી હતી,આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબરે આવેલ માધાપર વાડી કન્યા શાળાની વિદ્યાર્થિની હેન્સી દિલીપભાઈ પરમાર તથા વંદના હંસરાજભાઇ પરમાર તથા માધ્યમિક શાળામાંથી પ્રથમ નંબરે આવેલ દૂધરેજીયા પ્રતીક્ષા ભરતભાઈ તથા દવે આદિત્ય હિમાંશુ ભાઈ આગામી 6 ઓકટોબરે સુરેન્દ્રનગર ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત કક્ષાની ભારત કો જાનો પ્રશ્નમંચમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ કાર્યક્રમમાં સાર્થક વિદ્યાલયના કમલેશભાઈ અંબાસણા, મયંકભાઇ રાધનપુર તથા અન્ય સ્ટાફગણે અતિ ઉત્સાહપૂર્વક ભાગ લઈ બધી વ્યવસ્થાઓ પૂરી પાડી ઉત્તમ આતિથ્યનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું .

કાર્યક્રમ સંયોજક

હિરેનભાઇ ધોરીયાણી

સહસંયોજક

રાવતભાઇ કાનગડ

કોષાધ્યક્ષ

ચિરાગભાઈ હોથી

સચિવ

હિંમતભાઈ મારવણિયા

અધ્યક્ષ

ડો જયેશભાઈ પનારા

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા

Related Articles

Total Website visit

1,502,730

TRENDING NOW