Saturday, May 3, 2025

હવે તો ખાણ ખનીજ વિભાગના અધિકારીને પણ ઓફિસમાં ઘૂસીને ખનીજ માફીયાઓ એ આપી ધમકી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં ખનીજ માફીયાઓ એટલી હદે બેફામ બન્યા છે કે, સામાન્ય જનતા તો ઠીક છે પરંતુ અધિકારીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપે છે ત્યારે જિલ્લામાં ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. ત્યારે મોરબીના ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી ને ખનીજ માફીયાઓ દ્વારા ઓફિસમાં આવી જોઈ લેવાની નાખવાની ધમકી આપવામાં આવી હોય ત્યારે અધિકારી ભૂસ્તરશાસ્ત્રી દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના આણંદપર ગામે વિનોદ ધરમશી નામના શખ્સ દ્વારા પર્યાવરણીય મંજૂરી વગર સેન્ડસ્ટોનની ખાણ ચાલુ હોવાથી મોરબી જિલ્લા ખાણખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરે રોયલ્ટી ઇન્સ્પેકટર રાહુલ મહેશ્વરીને ગેરકાયદેસર ખનન મામલે તપાસમાં મોકલતા આ મામલે લીઝ ધારક વિનોદ ધરમશી વતી તેના માણસ વસંત પરમાર ઉર્ફે બાબુભાઇ અને દસરથસિંહ નામના માણસો લીઝ બાબતે વાત કરવા માટે ભૂસ્તરશાસ્ત્રી જગદીશકુમાર સેમાભાઈ વાઢેર પાસે આવ્યા હતા અને બાદમાં અચાનક જ જામનગરનો શામત કરમુર પણ ભૂસ્તરશાસ્ત્રીની ઓફિસમાં ઘુસી ગયો હતો જેથી જે.એસ.વાઢેરે કહ્યું હતું કે, તમે કેમ આવ્યા છો ? તો શામત કરમુરે કહ્યું હતું કે, હું પણ આ લીઝ માટે જ વાત કરવા આવ્યો છું. જેથી ભૂસ્તરશાસ્ત્રીએ તેઓને ઓફિસમાંથી બહાર નીકળી જવા કહેતા આ શખ્સ ઉશેકરાઈ ગયો હતો અને જોઈ લેવાની ધમકી આપતા કહ્યું હતું કે, હું એકલો ક્યાં ખનન કરું છું, અડધું ગામ ખનીજ ચોરી કરે છે અને તમે પણ ક્યાં દુધે ધોયેલા છો ? ત્યારબાદ ખનીજ માફિયાએ હંગામો મચાવી ખુલ્લે આમ ભૂસ્તરશાસ્ત્રીને જોઈ લેવા અને જાનથી મારી નાખવા ધમકી આપતા તાકીદે ઓફિસમાં રહેલા સિક્યુરિટી ગાર્ડને બોલાવી જામનગરના શામત કરમુરને કચેરી બહાર બેસાડી દેવામાં આવ્યો હતો જ્યાં પણ બેફામ ગાળાગાળી કરતા અંતે ભૂસ્તરશાસ્ત્રી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,725

TRENDING NOW