મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ તીર્થંક પેપર ઇન્ડસ્ટ્રીઝ કારખાનાની મજુર કોલોનીમાં રહેતા ત્રિવેણીબેન હરિસિંગ લોધી (ઉ.વ.૪૪) એ આરોપી લોડર નંબર- GJ-36-S-4346ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતિ હરિસિંગ ફેરનસીંગ લોધી તીર્થક પેપર ઇન્ડસ્ટ્રીઝમા નાઈટ ડયુટીમા વેસ્ટ વિભાગમાં કામ કરી રહેલ હતા અને થોડો આરામ કરવા આડા સુતા હતા ત્યારે લોડર નંબર – GJ-36-S-4346 વાળાના ચાલકે પાછળ જોયા વગર પુરઝડપે અને ગફલતભરી રીતે રીવર્સમા લઇ પાછળથી હડફેટે લેતા કમરના ભાગે માથે લોડરનુ વ્હીલ ફરી જતા શરીરે ગંભીર ઈજા થતા ફરીયાદીના પતિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.