મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં કારખાનામાં કોન્ટ્રાક્ટર નો ધંધો કરતા ફરિયાદીને આરોપીની દીકરી સાથે મનમેળ હોય જે વાતની ઝાડ આ કામના આરોપીને થતા આરોપી દ્વારા આરોપી સહિત ચાર જેટલા શખ્સો સાથે મળીને આકામના ફરિયાદીને માર માર્યો હોય ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં લાયકોસ બાથવેર કારખાનામાં રહેતા અને કોન્ટ્રાકટરનો ધંધો કરતા નિલેશભાઈ નાજાભાઈ પંચાલ (ઉ.વ.૨૪)એ ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીની દિકરી સાથે મનમેળ હોય જે વાતની જાણ આરોપીને થતા આ વાતનું સમાધાન કરવા કારખાનાના ગેટ પાસે બોલાવી ફરીયાદીને આરોપી મારવા જતા હોય તે વખતે સાહેદ સાગર ઉર્ફે રાહુલ વચ્ચે પડતા સાહેદને છરી વડે ઈજા કરી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.