Monday, March 16, 2026

ચારણ-ગઢવી સમાજ વિશે અને પુજ્ય માતાજી ઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર સામે આક્રોશ…

Advertisement
Advertisement
Advertisement

ચારણ-ગઢવી સમાજ વિશે અને પુજ્ય માતાજી ઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર સામે આક્રોશ…

દેવભૂમિ દ્વારકા જિલ્લા તેમજ સમગ્ર ગુજરાત ભર માં તળાજા ખાતે વાણી વિલાસ કરનાર સામે જનાક્રોશ જોવા મળી રહ્યો છે,
ભાવનગર જિલ્લાના તળાજા ખાતે દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલ સમૂહ લગ્ન કાર્યક્રમમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ભાષણમાં પૂજનીય માતાજીઓ અને ચારણ-ગઢવી સમાજ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષણ કરતા સમગ્ર ગુજરાત ભરના ચારણ ગઢવી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. આવનારા સમય માં ચારણ ગઢવી સમાજ દ્વારા આ બાબતે ગામે ગામ પોલીસ ફરિયાદ અને આવેદન આપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. ચારણ ગઢવી સમાજને નિશાન બનાવીને થયેલી આ અપમાનજનક ટિપ્પણીઓએ સમાજની શાંતિ તથા સાંપ્રદાયિક સોહાદ સામે ખતરારૂપ હોય ધાર્મિક તથા સમુદાયની લાગણીઓ ઉશ્કેરવાના હેતુથી થયેલ આ ભાષણમાં સોશ્યલ મીડિયામાં આકરી પ્રતિક્રિયા સાથે વાયરલ થયું હતું.

ચારણ ગઢવી સમાજ દ્વારા ખંભાળીયા સોનલ ધામ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર જી.ટી.પંડયા અને જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયને લેખિત પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ રેલીમાં વિશાળ સંખ્યામાં ચારણ સમાજ જોડાય ને પોતાનો રોષ વ્યકત કર્યું હતું. દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેશોદ જૂનાગઢના મઢડા સોનલ ધામથી પૂજ્ય ગિરીશ આપા ગઈકાલે સાંજે ખંભાળીયા
સોનલ ધામ ખાતે ચારણ ગઢવી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી આ સંદર્ભે જણાવ્યું હતું કે ગીગા ભમ્મર દ્વારા ચારણો વિશે ખૂબ જ અપમાનજનક ભાષણ
કરી માતાજીઓની વાત કરીને સહન ન થાય તેવું ઘસાતું બોલવામાં આવ્યું છે. આ વ્યક્તિ વિરુદ્ધ નિયમને આધીન થઈ કડક કરવા માટે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે જાહેરમંચ પર બોલતા સમયે વિચારી ને બોલવું જોઈએ, અને નબળી માનસિકતા ધરાવતા વ્યક્તિ ને ભાસણબાજી થી દૂર રાખવા જોઈએ

Related Articles

Total Website visit

1,597,574

TRENDING NOW