Wednesday, March 18, 2026

મોરબીનાં નાની વાવડી ગામે પાટીદાર સમાજનો ૨૬ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીનાં નાની વાવડી ગામે પાટીદાર સમાજનો ૨૬ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

શ્રી મોરબી જીલ્લા ઉમ્યા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા આજે વસંત પંચમીના શુભ અવસરે નાની વાવડી ગામે પાટીદાર સમાજના ૨૬ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે સમૂહ લગ્નમાં ૪૨ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા

વર્ષ ૨૦૦૧ માં વિનાશક ભૂકંપની મોરબી અને આસપાસના ઘણા ગામોમાં અસર થઈ હોય અને દુષ્કાળના વર્ષો હોવાથી ઘણા બધા પાટીદાર સમાજના લોકોની પણ આર્થિક સ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવાથી આવા આર્થિક રીતે નબળા સમાજના પરિવારોને મદદરૂપ થવા અને એ લોકોને તેમની દીકરીઓના લગ્નનો જરાય ખર્ચ ન કરવો પડે તેમજ માતાપિતા અને દીકરીઓના લગ્નના તમામ અરમાનો પુરા કરવા સમાજના મહાનુભાવોની આ સમિતિ બનાવી દાંતાઓના સહયોગથી લગ્નનો ભવ્ય મંડપ, એકદમ સ્વાદિષ્ટ જમણવાર ઉપરાંત દીકરીઓને અઢકળ સામગ્રીઓ આપીને વર્ષ ૨૦૦૨ માં કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નની શરૂઆત કરવામાં આવી હતી

સમૂહ લગ્નોત્સવ સાથે પર્યાવરણ જાળવણી માટે પણ સમિતિ સતત કાર્યરત રહે છે જેથી સમૂહ લગ્નમાં જોડાનાર દરેક દીકરીને એક એક વૃક્ષની ભેટ આપી દીકરીને સાસરીયે વળાવવામાં આવતી હોય છે અને અત્યાર સુધીમાં ૩૦૦ થી વધુ દંપતીઓએ વૃક્ષો વાવીને ઉછેર્યા છે સમિતિ દ્વારા વર્ષ ૨૦૦૨ થી આજસુધીમાં કુલ ૧૬૯૪ દીકરીના લગ્નો કર્યા છે અને ૨૦૧૪ થી અત્યાર સુધીમાં ૩૫૦૦ વૃક્ષો વાવી ગામોમાં હરિયાળી ક્રાંતિ લાવવામાં સહયોગ પૂરો પાડ્યો છે આજે સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીને આશીવચન આપવા માટે સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ધામધૂમથી સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયા હતા

Related Articles

Total Website visit

1,598,043

TRENDING NOW