આમ આદમી પાર્ટી દ્વારા ભાણવડ માં શિક્ષકોની ઘટ મામલે વાલીઓની માંગ પૂર્ણ કરવા બાબત આવેદન આપવામાં આવ્યું…

દેવભુમી દ્વારકા જિલ્લા ની ભાણવડ ની એકમાત્ર અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ મામલે વાલીઓએ જે ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે તેને ભાણવડ શહેર તેમજ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવે છે અને માંગ કરવામાં આવે છે કે શાળાના આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર ન થાય એ માટે ઘટતાં શિક્ષકોની તાત્કાલિક વરણી કરવામાં આવે. શિક્ષકોની ઘટ હોય બાળકોના શિક્ષણ બગડી રહ્યા હોઈ વાલીઓની માંગ એકદમ વાજબી છે અને તેમના ઉપવાસ આંદોલનને આમ આદમી પાર્ટી સમર્થન આપી જરૂર પડ્યે તેમના ઉપવાસ આંદોલનમાં પણ જોડાશે તો ઉપવાસી વાલીઓની માંગ પૂરી કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું





