Saturday, June 20, 2026

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકામાં જન અધિકાર તાલુકા સંવાદ નું આયોજન કરવામાં આવેલ

Advertisement
Advertisement
Advertisement

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકામાં જન અધિકાર તાલુકા સંવાદ નું આયોજન કરવામાં આવેલ
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ ખાતે કોંગ્રેસ દ્વારા જન અધિકાર તાલુકા સંવાદ કાર્યક્રમ તેમજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.જેમા કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ,પીઢ અગ્રણી સામતભાઈ ઓડેદરા,તારાબેન મકવાણા, જશવંતસિંહ ભટ્ટી, પાટીદાર અગ્રણી ડો.મોહનભાઈ રાબડીયા એડવોકેટ ગીરધરભાઇ વાઘેલા, વેપારી અગ્રણીઓ સહિત અનેક હાજર હતા, અને ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહ્યાનો આરોપ લગાવ્યો હતો.
આ તકે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે ભાજપ સરકાર પર આરોપ લગાવતાં કહ્યું કે અસલી મુદ્દાઓ જેવા કે શિક્ષણ, રોજગાર, મોંધવારી, સ્વાસ્થય સહિતના પ્રશ્નો ઉકેલવાને બદલે લોકોને બેધ્યાન કરી રહ્યા છે.
જ્યારે પીઢ અગ્રણી ડો.મોહનભાઈ રાબડીયાએ રામ ભગવાન સૌનાં હોય જેથી જયઘોષ બોલાવ્યો હતો, વધુમાં તેમણે કોંગ્રેસના તમામ કાર્યકરોને ચૂંટણી લક્ષી કામે લાગી જવા હાકલ કરી હતી, અંતમાં ડો.મોહનભાઈ રાબડીયાએ સંઘર્ષ કરવો નારો લગાવ્યો હતો.
જ્યારે જાણીતા એડવોકેટ ગીરધરભાઇ વાઘેલાએ ભાજપ સરકારને ખેડૂત વિરોધી ગણાવી વર્તમાન સરકાર માત્ર ઉધોગપતિ ઈશારે ચાલતી હોવાનો આરોપ લગાવી ભાજપની ઝાટકણી કાઢી હતી

Related Articles

Total Website visit

1,608,785

TRENDING NOW