Saturday, June 20, 2026

જામનગરના રણજીતસાગર ડેમમાં દંપતી ખાબક્યુંઃ બંનેનો બચાવ.

Advertisement
Advertisement
Advertisement

જામનગરના રણજીતસાગર ડેમમાં દંપતી ખાબક્યુંઃ બંનેનો બચાવ.

જામનગરના રણજીતસાગર ડેમ પર ગઈકાલે સાંજે મોહિત પાંડે તથા તેમના પત્ની પ્રતિમાબેન ફરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે ચાર વર્ષનું તેમનું સંતાન પણ હતું. આ દંપતી ડેમના પાળા પાસે ઉભા હતા ત્યારે કોઈ રીતે પ્રતિમાબેન પાણીમાં પડી જતાં તેને બચાવવા માટે પતિ મોહિતે પણ પાણીમાં ભૂસકો માર્યો હતો. માતા-પિતાને પડી જતાં જોઈ બાળકે પોક મૂકી હતી. કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા દોડી આવેલા ફાયરના જવાનોએ આ દંપતીને બહાર કાઢ્યું હતું. ત્યાં સુધી દંપતી ડેમના પાળા નીચે પથ્થરને પકડીને સ્થિર રહ્યું હતું. પડવાના કારણે મહિલાને કમરમાં તથા પતિને પગમાં ઈજા થઈ છે.

Related Articles

Total Website visit

1,608,803

TRENDING NOW