આણંદના આહીર સમાજે યોજ્યો શિક્ષણ,સંસ્કાર, કલાનો ત્રિવેણીસંગમ કાર્યક્રમ
વિદ્યાનગર, આણંદ ખાતે `આણંદ-વિદ્યાનગર આહીર સમાજ’ દ્વારા આયોજિત વાર્ષિકોત્સવ પ્રસંગે અમૂલના વાઈસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓઁને ઈનામ વિતરણ તેમજ સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયા હતા.વલમજીભાઈએ જણાવ્યું હતું કે, આણંદ વિદ્યાનગર આહીર સમાજ દ્વારા ચલાવવામાં આવતું કાર્ય સરાહનીય છે. શિક્ષણ, સંસ્કાર અને કલા પ્રતિભાના ત્રિવેણીસંગમ સમાન આણંદ – વિદ્યાનગર આહીર સમાજ 25 વર્ષ પૂરા કરી 26મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યો તે બદલ શુભકામનાઓ પાઠવી હતી.ઈન્સપેક્ટર આર. જે. રામ, સુરત ઉદ્યોગપતિ મયૂરભાઈ ભાદરકા, સ્વામિનારાયણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી લિરીબેન માડમ, આણંદ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ભીખાભાઈ કંડોરિયા અને મંત્રી કિરીટભાઈ વાઢિયા, મહિલા વિંગના પ્રમુખ નીત્યાબેન નાધેરા અને મંત્રી સંગીતાબેન હડિયા તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.





