ખંભાળિયા માં છેલ્લા 25 વર્ષ થયા કાર્યરત ક્રાંતિ યુવા મંચના સંયોજક તરીકે રહી વિવિધ કાર્ય કરવામાં રજૂઆતો અને ઝૂંપડ પટ્ટી વિસ્તારમાં અન્નદાન અને વસ્ત્રદાન ની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. વિવિધ ક્ષેત્રે રજૂઆત કરીને પરિણામ લક્ષી કામગીરી નોંધ લાયક છે. ગુજરાત રાજ્યમાં રેસલિંગ લેવલની સ્પર્ધામાં તેઓ ગુજરાત રાજ્યમાં ચેમ્પિયન રહેલા છે. કંપનીની સ્પર્ધામાં જિલ્લા ટીમમાં ઉપકપ્તાન તરીકેની ફરજ પણ બજાવેલી છે. તેમજ સિવિલ ડિફેન્સ એટલે કે યુદ્ધ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિની પરીક્ષા ઉતેર્ણ કરેલી છે. મીડિયા ક્ષેત્રમાં ગુજરાત શ્રી ન્યુઝ ચેનલના તંત્રી તરીકે આશરે છેલ્લા બે વર્ષથી કાર્યરત છે. ધમાકા સાપ્તાહિક તેમજ હાલાર એક્સપ્રેસમાં પત્રકાર તરીકે સેવા બજાવતા દિપક બરછા જનતાના પ્રશ્નો હંમેશા ઉઠાવતા રહ્યા છે. ખંભાળિયામાંમાં શહીદ ભગતસિંહ ચોક નું નામકરણ ક્રાંતિ યુવા મંચના પરિણામ લક્ષી રજૂઆતનું આખું ઉદાહરણ છે. વિવેક સામાજિક ધાર્મિક ,રાજકીય ક્ષેત્રે જવાબદારી નિભાવી ચૂકેલા લાંબા સંગઠન ક્ષેત્રે સમર્પિત રહેલા તેમજ મીડિયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા દીપકભાઈ બરછાને આઇકોનિક એવોર્ડ 2024 મળ્યા બદલ હાર્દિક શુભેચ્છાઓ…





