ગઈ કાલ તા. 06/01/2023 ના રોજ જામ કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના કર્મચારીઓ એ મેઘપર ટીટોડી ગામમાં 35 વર્ષ શિક્ષક તરીકે રહી અને હાલ નિવૃત થય ગયેલ અને હાલ તેમની ઉમર 85 વર્ષ ની છે. તેવા ગોરધન માસ્તર તરીકે આખા ગામમાં માન મેળવેલ અને આજુ બાજુ ના ગામમાંથી પણ કેટલાય વીધાર્થીઓ તેમની પાસે જ્ઞાન મેળવી નોકરી મેળવેલ જેમણે પોતાનુ ગામ ગણી ગામના વીકાશ માટે ધ્યાન દોરેલ હાલ એમની પાસે ભણેલ હોય તેવા મેધપર ટીટોડી, મોવાણ,ભાતેલ,સીદસરા,ભોપલકા ,ગઢકા ગામના કેટલાય વીધાર્થીઓ હાલમાં સરકારી નોકરી મેળવેલ છે. તેવા ગુરૂના સન્માન માટે મેઘપર ટીટોડી કર્મચારી મંડળ દ્વારા આખા ગામનુ સ્નેહમિલન ,સમુહ ભોજન,વીધાર્થીઓ ના સન્માન, કાનગોપી મંડળીનુ આયોજન કરેલ હતુ . કાનગોપી મંડળીમાં 2000000/- (20 લાખ) ગૌશાળા નો ફાળો થયેલ છે.
