કૌટુંબિક સગાની પત્નીનું નામ લેવાના આરોપ સાથે ત્રણ ઈસમોએ આધેડને માર માર્યો.
હળવદ તાલુકાના રણમલપુરમાં કૌટુંબિક સગાની પત્નીનું નામ લેવાના આરોપ સાથે ત્રણ ઈસમોએ આધેડને ગાડીમાં ધરાર બેસાડી નિર્જન સ્થળે લઈ જઈ બેફામ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર ખાતે સારવારમાં રહેલા ફરિયાદી વાસુદેવભાઈ નાગરભાઈ વરમોરાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓને છેલ્લા ત્રણ દિવસથી તેમના જ કૌટુંબિક સગા રાજેશભાઈ જગદિશભાઈ પારેજીયાના પત્નીનું નામ લેવા બાબતે ખોટા આરોપ મુકવામાં આવતા તકરાર થઇ હોવાથી આરોપી રાજેશભાઈ જગદિશભાઈ પારેજીયાનો પુત્ર મેહુલ રસ્તામાં મળી જતા કહ્યું હતું કે અમારા ઘેર ચાલો તમને મારા પપ્પા સમાધાન માટે બોલાવે છે, જે બાદમાં આરોપી મેહુલ રાજેશભાઈ પારેજીયા, અતુલ રાજેશભાઈ પારેજીયા, દિપ દિનેશભાઈ પારેજીયા રહે.બધા રહે.રણમલપુર તા.હળવદ જી.મોરબી વાળાઓ વાસુદેવભાઈ નાગરભાઈ વરમોરાને એક કારમાં ધક્કો મારી બેસાડી દઈ નિર્જન સ્થળે લઇ જઈ ધોકા વડે બેફામ માર મારતા વાસુદેવભાઈને પગમાં ફ્રેક્ચરની ઈજાઓ થતા હાલમાં સુરેન્દ્રનગર સારવારમાં ખસેડવામાં આવ્યા છે.





