એ.સી.બી. સફળ ટ્રેપ
ફરીયાદી:- એક જાગૃત નાગરીક
આરોપી:- ઉમંગભાઇ ચૌધરી, આસીસ્ટન્ટ એન્જીનિયરશ્રી, મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પેટા વિભાગ હળવદ જી. મોરબી. વર્ગ – ૩
ટ્રેપની તારીખ :- તા.૨૨/૧૨/૨૦૨૩
લાંચની માંગણીની રકમ:- રૂ.૨,૦૦,૦૦૦/-
લાંચની રીકવરી કરેલ રકમ:- રૂ.૨,૦૦,૦૦૦/- પી.એમ.આંગડીયા પેઢી, મોરબીના કર્મચારી પાસેથી
ટ્રેપનુ સ્થળ :- પી.એમ. આંગડીયા પેઢીની ઓફીસ, નવા ડેલા રોડ, ધરતી ટાવર, બેંક ઓફ બરોડાની પાછળ, મોરબી.
ટુંક વિગત:- આ કામના ફરીયાદીશ્રી ગુજરાત કન્ટ્રકશન કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ રાખી મોરબી જીલ્લા પંચાયત હસ્તક પી.એમ.જી.એસ.વાય. યોજના ના માળીયા મિયાણા તાલુકાના રાંસંગપર સ્ટેટ હાઇવે થી રાંસંગપર,નવાગામ,મેધપર,દેરાળા થી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળીયા ડબલપટ્ટી રોડ સુધીના વિસ્તારનુ ૧૯.૬ કિ.મી.નુ ડામર રોડનુ કામ કરતા હોય જે થયેલ કામના રૂપિયા ત્રણ કરોડ ચાલીસ લાખનુ બીલ મંજુર થવા મોકલતા જે બીલની ફાઇલ આક્ષેપીતએ તેના અભિપ્રાય સાથે મોકલવાની હોય તે બીલની ફાઇલ મા અભિપ્રાય નહી આપતા સાહેદ પોપટભાઇ આક્ષેપીતને રૂબરૂ મળતા આક્ષેપીતએ પોતાને ૦.૭૫ ટકા લેખે વહિવટની માંગણી કરેલ જે બીલની રકમ મુજબ ફરીયાદીએ આક્ષેપીતને રૂ.૨,૫૫,૦૦૦/-આપવાના થતા હોય જે પૈકિ રૂ.૨,૦૦,૦૦૦/- આજરોજ આપી જવાનુ નક્કી કરેલ હોય ફરીયાદી આવી લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય મોરબી એ.સી.બી. કચેરીનો સંપર્ક કરી ફરીયાદ જાહેર કરતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવવામા આવેલ જે દરમ્યાન આ ફરીયાદીશ્રીને આ કામના આક્ષેપીત સાથે વાત કરાવતા મોરબીમાં કોઇ પણ આંગડીયા ઓફીસમાં જઇ આંગડીયુ કરી રૂપિયા બે લાખ મોડાસા મોકલી આપવા જણાવેલ જેથી ફરીયાદી તથા પંચો સાથે મોરબી પી.એમ.આંગડીયા પેઢીમા જઇ આક્ષેપીત સાથે ફરીયાદીએ વાત કરતા ફરીયાદીશ્રી તથા આંગડીયા પેઢીના કર્મચારી (સાહેદ) સાથે આક્ષેપીતએ હેતુલક્ષી વાતચીત કરી મોડાસા પી.એમ.આંગડીયા પેઢીમા આંગડીયુ કરાવવાનુ કહી લાંચ સ્વીકૃતિની માંગણી કરતા ફરીયાદીશ્રીએ આક્ષેપિતના કહેવા મુજબ મુદાની નોટો પી.એમ. આંગડીયા પેઢીના કર્મચારીને આપતા જેની સ્લીપ લખી આપતા પંચો રૂબરૂ મુદાની નોટો પી.એમ. આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી કબ્જે કરતા ગુન્હો કર્યા બાબત.
નોંધ :- આરોપીની પકડવા પર આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.
ટ્રેપીંગ અધિકારી :-
એચ.એમ. રાણા, પોલીસ ઇન્સ્પેક્ટર
એ.સી.બી. પોલીસ સ્ટેશન, મોરબી
સુપરવિઝન અધિકારી :-
શ્રી વી.કે. પંડ્યા, મદદનીશ નિયામક,
એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ





