Tuesday, August 11, 2026

જાંબુડીયા નજીક સિરામિક ફેક્ટરીમાં કોલસાના ઢગલામાં આગ લાગતા શ્રમિક દાજી જતા થયું મોત.

Advertisement
Advertisement
Advertisement

જાંબુડીયા નજીક સિરામિક ફેક્ટરીમાં કોલસાના ઢગલામાં આગ લાગતા શ્રમિક દાજી જતા થયું મોત.

મોરબી તાલુકાના જાંબુડીયા નજીક આવેલ સીરામીક ફેક્ટરીમાં કોલસાના ઢગલામાં આગ ભભુકી ઉઠતા શ્રમિક ગંભીર રીતે દાજી ગયો હોય ત્યારે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જે દરમિયાન શ્રમિક નું મોત નીપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા નજીક આવેલ ઓલવીન સિરામીક ફેકટરીમાં ગત તા.14ના રોજ કોલસાના ઢગલામાં ધુમાડા નીકળતા હોય બે શ્રમિકો સ્પ્રે ડાયર વિભાગમાં પ્લેટફોર્મ ઉપર ચડી કોલસો આઘો પાછો કરવા જતાં અચાનક જ કોલસાના ઢગલામાં આગ ભભૂકી ઉઠતા સંજયદાસ સુરજકાન્તા દાસ નામનો શ્રમિક ગંભીર રીતે દાઝી જતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગઈકાલે તા.21ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં દિનેશ તુલસીરામ બારેલા ઉ.21 નામનો મધ્યપ્રદેશનો વતની યુવાન ગંભીર રીતે દાઝી જતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,624,975

TRENDING NOW