Saturday, June 27, 2026

શિકારી ટોળકીનાં ૩.દિવસનાં રિમાન્ડ મંજુર.

Advertisement
Advertisement
Advertisement

શિકારી ટોળકીનાં ૩.દિવસનાં રિમાન્ડ મંજુર.

તા.૧૮/૧૨/૨૦૨૩ના રોજ નિરોણા પોલીસ ધ્વારા શિકાર કરવાનાં ઈરાદે નિકળેલ ચાર ઈસમો વન વિભાગને સુપ્રત કરાયા હતા. જેમાં નખત્રાણા પૂર્વ ફોરેસ્ટ વિભાગ ધ્વારા વધુ સધન તપાસ હાથ ઘરી તા.૧૯/૧૨/૨૦૨૩ના રોજ નખત્રાણા નામદાર કોર્ટમાં રજુ કરતાં કોર્ટ ઘ્વારા ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કરાયા હતા.

કચ્છ પશ્ચિમ વન વિભાગનાં વડા યુવરાજસિંહ ઝાલા તથા મદદનીશ વન સંરક્ષકશ્રી એમ.આઈ.પ્રજાપતિ નાં માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ.શ્રી ડી.બી.દેસાઈ તથા નખત્રાણા પૂર્વ રેન્જનાં સ્ટાફ ધ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ –૧૯૭૨ અંતર્ગત ગુનો નોધી ઘોરણસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજુ કરતાં ચારે ઇસમોનાં ત્રણ દિવસનાં રિમાન્ડ મંજુર કરાર્યા છે.

નખત્રાણા તાલુકામાં છારીઢંઢ કન્ઝર્વેશન રીર્ઝવ તથા અન્ય અનામત જંગલ વિસ્તારોમાં ઘણા વન્યજીવોના વસવાટ છે. આવા અબોલા પશુ-પક્ષીનાં સંરક્ષણ અને સંવર્ધન માટે આવી શિકારની પ્રવૃતિ અટકે એ અંત્યત જરૂરી છે.

Related Articles

Total Website visit

1,609,506

TRENDING NOW