વાંકાનેર ના ઢુવા ગાને કપડાં પરથી માટી ખંખેરતા ગુદ્દા માર્ગે હવા ભરાઇ જતાં યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
વાંકાનેરના ઢુવામાં સ્ટોન કંપનીમાં કામ કર્યા બાદ કપડા ઉપર રહેલી માટી ખંખેરતો હતો ત્યારે ગુદ્દા માર્ગે હવા ભરાઇ જતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ત્યારે આ અંગે મળતી માહિતી માહિતી મુજબ મુળ બિહારનો રહેવાસી બબલુ હરિહર ભુઇયા (ઉ.40) નામનો યુવાન ગત સાંજે વાંકાનેરના ઢુવામાં સ્ટોન કંપનીમાં કામ કર્યા બાદ કપડા ઉપર રહેલી માટી ખંખેરતો હતો ત્યારે ગુદ્દા માર્ગે હવા ભરાઇ જતાં પ્રથમ મોરબી સારવાર અપાવી બાદમાંરાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં રાજકોટ પોલીસે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. વધુમાં પ્રાથમિક નોંધમા યુવાનના ગુદ્દા માર્ગે તેના નાના ભાઇ કનૈયા ભુઇયાએ એર કમ્પ્રેસરની નળીથી હવા ભરી દીધાનું જણાવાયું હતું.જો કે કનૈયાએ એવું કહ્યું હતું કે માટીના કારખાનામાં બધા કામ કરતાં હોઇ કામ પુરૂ થયા બાદ કપડા પર માટી ચોંટી હોઇ તે દૂર કરવા એર કમ્પ્રેસરની નળી ચાલુ કરી ધુળ ઉડાડતો હતો ત્યારે અકસ્માતે ગુદ્દા માર્ગે હવા ભરાઇ ગઇ હતી. બબલુ બેભાન હોઇ તે ભાનમાં આવ્યે પોલીસ વધુ તપાસ કરશે.





