જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ ની સુચના તેમજ પોલીસ
અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાં માર્ગદર્શન હેઠળ જુનાગઢ શહેર તથા જીલ્લા વિસ્તારમાં ગુન્હાખોરી કરતા
ઇસમો ઉપર ઘોસ બોલાવી તેઓની ગુન્હાહીત પ્રવ્રુતી ડામી દેવા અને આવી પ્રવ્રુતી કરતા ઇસમોને પકડી પાડી કાયદાનુ ભાન કરાવી તેઓની ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા માટે સુચના થઇ આવેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા પો.સ.ઇ.શ્રી જે.જે.ગઢવી, ડી.કે.ઝાલા તથા પોલીસ સ્ટાફના માણસો સતત આવી પ્રવ્રુતી કરતા ઇસમો ઉપર વોચ રાખી ગુન્હાહીત પ્રવ્રુતીને અટકાવવા અને ડામી દેવા સારૂ પ્રયત્શીલ હોય. તે દરમ્યાન જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી જે.જે.પટેલને ખાનગી બાતમીદારો મારફતે હકિકત મળેલ કે, વિનીતી બંસીલાલ દવે રહે. જુનાગઢ હાલ અમદાવાદ વાળો કે જે જુનાગઢ ફેમીલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. જે ઇસમ પોતે પોલીસ ખાતામાં નોકરી ન કરતો હોવાનુ જાણવા છતા લોકોને છેતરવા માટે સામાન્ય લોકોને પોતાની ડીવાયએસપી ( DYSP ) તરીકેની ઓળખ આપી અને ડીવાયએસપી તરીકેનુ બનાવટી આઇકાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સમાન્ય લોકોને બતાવી સરકારી ડીપાર્ટમેન્ટમાં પોતે ઉચ્ચ અધિકારીઓને ઓળખે છે અને પોતાનુ સેટીંગ છે. તેમ જણાવી સરકારી નોકરી અપાવાની લાલચ આપી લોકો પાસેથી ખુબજ મોટી રકમના નાણા પડાવી છેતરપીડી અને વિશ્વાસઘાત કરે છે. જે ઇસમ હાલ એમ.જી.રોડ પર આવેલ શુભ મંગલ કોમપ્લેક્ષ નજીક રોડ પર ઉભેલ છે અને તેણે ગ્રે કલર જેવો શર્ટ અને કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે. તેવી હકિકત મળતા તાત્કાલીક પોલીસ સબ ઇન્સ. શ્રી ડી.કે.ઝાલા અને પોલીસ સ્ટાફની ટીમ મારફતે હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા મજકુર ઇસમ હાજર મળી આવેલ હોય અને તેને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા મજકુર ઇસમ ભાંગી પડેલ અને જણાવેલ કે, પોતે જુનાગઢ ફેમીલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. પરંતુ નામદાર કોર્ટમાં તેના વિરુધ્ધ ઇન્કવાયરી ચાલુ હોય. જેથી લાંબા સમયથી પોતે ગેરહાજર પડેલ છે. જે ઇસમ પાસેથી પાસેથી નાયબ પોલીસ અધિક્ષકના હોદાનુ ડુપ્લીકેટ આઇડી કાર્ડ મળી આવતા મજકુર ઇસમ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી જુનાગઢ “એ” ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં ૧૧૨૦૩૦૨૩૨૩૧૩૦૯/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૭૦ મુજબનો ગુન્હો રજી. કરાવવામાં આવેલ છે. તેમજ વધુમાં મજકુર આરોપીના મોબાઇલ ફોનમાંથી (૧) અજીતસિંહ જીવાજી રાજપુત (૨) કનસિંહ વજુજી રાજપુત રહે. પાટણ જીલ્લા વાળાઓના પોલીસના આઇકાર્ડ મળી આવેલ છે. જે આઇકાર્ડ પણ હાલના આરોપીએ ઉપરોક્ત બંને ઇસમોને બનાવી આપેલ છે. જે બંને ઇસમો આ ગુન્હામાં સંડોવાયેલ છે કેમ ? અથવા ભોગબનનાર છે. જે બાબતે ઉંડાણ પુર્વકની તપાસ હાલ ચાલુ છે. તેમજ બીજા અલગ અલગ ઇસમોના નામના કોલ લેટર પણ મળી આવેલ છે. જે બાબતે પણ હાલ વધુ તપાસ જારી છે.

પકડાયેલ આરોપીના નામ સરનામા :-
વિનીત બંસીલાલ દવે બ્રાહ્મણ ઉવ.૩૭ ધંધો. નોકરી રહે. ઉતમ નગ૨ ગાર્ડન પાસે, ગોવિંદ એપાર્ટમેન્ટ
બ્લોક નં. ૦૧, મણીનગર, અમદાવાદ હાલ રહે. માંજલપુર ગરબા ચોકડી, ડી-૪ પુષ્ટી દર્શન બંગલો,વડોદરા મો.નં. ૯૬૬૨૯૦૬૯૦૬, ૮૧૬૦૯૦૧૪૦૦





