થાનગઢ તાલુકામાં ખનીજ માફિયાઓ થયા બેફામ…
તંત્ર ની મીલીભગત થી થાનગઢના હીરાણા ગામે બળજબરી પૂર્વક ખેડૂત ની માલિકીની જમીન પર બેફામ બનેલા ભુમાફિયાઓ ખનન કરી કરોડો ની ખનીજ સંપતિ લૂંટી રહ્યા છે ત્યારે આજરોજ ખેડૂતે પોતાની જમીન બચાવવા કલેકટરમાં લેખિત રજૂઆત કરી સાથે ગંભીર ચેતવણી આપી છે જો ખનીજ ચોરી અટકાવવામાં નહીં આવે તો પરિવાર સાથે સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગણી કરશે અને જે કાંઈ આવેશમાં આવી પગલું ભરશે તેમાં તંત્ર અને ભૂમાફિયાઓ ને જવાબદાર ઠેરવ્યા છે





