ટંકારા- લતીપર રોડ ઉપર ટ્રાવેલ્સ બસ એ અકસ્માત સર્જ્યો, વૃધ્ધાનું મોત.
ટંકારા ના લતીપર રોડ પર ટ્રાવેલ્સ બસ એ હડફેટે લેતા પગપાળા ચાલીને જતા વૃધ્ધાનું મોત નિપજ્યું હતું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા – લતીપર રોડ ઉપર દયાનંદ હોસ્પીટલ સામે પગપાળા જઈ રહેલા જબલપુર ગામના રહેવાસી વૃધ્ધાને GJ-05-BT-9554 નંબરની ટ્રાવેલ્સ બસના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા વૃધ્ધાનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પુત્ર શામજીભાઇ ડાયાભાઇ પંચાસરાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.





