ચેખલારણી ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા વસુમતી બહેન વય નિવૃત્ત થતાં ભાવ દર્શન કાર્યક્રમ યોજાયો.
ચેખલારણી ગામ ખાતે સરપંચ શ્રીમતી કોકીલાબેન ઘનશ્યામ સિહ ઝાલા ની અધયક્ષતા મા ચેખલારણી પ્રાથમિક શાળા ના આદર્શ શિક્ષિકા શ્રીમતી વસુમતી બહેન નો ભવ્ય વય નિવૃત્તિ ભાવ દર્શન કાર્યક્રમ યોજાઈ ગયો જેમા આમંત્રિત મહેમાનો તરીકે ગાંધીનગર જિલ્લા ના જિલ્લા શિક્ષણાધીકારી શ્રી ડો બી.એન.પ્રજાપતિ,બનાસકાંઠા જિલ્લા ના નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી અને સાહિત્યકાર શ્રી બી.બી.ગઢવી સાહેબ તેમજ ઈનચાર્જ મદદનીશ શિક્ષણ નિયામક શ્રી ડો એચ.એમ.પટેલ સાહેબ ઉપસ્થિતિ રહ્યા તેમજ આજુબાજુ ની શાળા ના મુખ્ય શિક્ષકો ,શિક્ષકો તેમજ મોટી સંખ્યા મા ગામજનો ઉપસ્થિત રહયા .મંચસ્થ મહાનુભાવોએ પોતાની આગવી શૈલીમાં સમાજમાં શિજ્ઞકની ભૂમિકા વિશે રસપ્રદ વકતવ્ય આપ્યા અને વિદાયમાન શિક્ષકા ની 39 વર્ષ ની શિક્ષણ સેવાને બીરદાવી .ગામના સરપંચ શ્રી ઘનશ્યામ સિંહ દ્વારા થયેલા ગામના વિકાસકામો અને શૈક્ષણિક સંસ્થા ના કરેલા વિકાસની અધીકારીઓ દ્વારા પ્રશંસા થઈ. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવામાં શાળાના આચાર્ય શ્રી રાજેન્દ્ગ ભાઈ ,સ્ટાફ ,એસ.એમ.સી.કમીટી તેમજ ગામજનોએ ખૂબજ જેહમત ઉઠાવી .આગવી શૈલીમા સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન શ્રી કે.સી.પટેલે કર્યુ હતુ


















