દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખતુંબા ગામના આર્મીમેન માદરે વતન આવતા સમગ્ર ગ્રામજનો દ્વારા સ્વાગત – સન્માન સમારોહનું કાર્યક્રમ યોજાશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખતુંબા ગામનું તથા સમસ્ત બ્રહ્મસમાજ નું ગૌરવ એવા *”આર્મીમેન” “શ્રી ** હરેશભાઇ પ્રાણજીવનભાઈ ઠાકર ૧૭ વર્ષની રાષ્ટ્રસેવા તથા ભારત સરકાર તરફ થી ભારત માતા ની સરહદ ની રક્ષા કાજ આર્મીમેન ની નોકરી ને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને તા :08/11/2023 બુધવાર નાં રોજ બપોર પછી સમય 4:00 થી 5:00 વાગે ખતુંબા માદરે વતન માં તેમનું આગમન થાય છે તો તેમના આ આગમન ને યાદગાર બનાવવા માટે સમસ્ત ખતુંબા ગ્રામજનો એ તેમના સુસ્વાગતમ તથા સન્માન માટે નું આયોજન કરેલ છે, તો આ આયોજન માં આપ સૌને સહભાગી બનવા અચૂક હાજરી આપવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.





