માળિયાના ખાખરેચી ગામે વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો
માળિયા (મી): માળિયા (મી) તાલુકાના ખાખરેચી ગામે વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમને માળિયા (મી) પોલીસે પકડી પાડયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના ખાખરેચી ગામે આવેલ સંતોકી ઝાપા પાસે વર્લી ફીચરનો જુગાર રમતા એક ઈસમ અવચરભાઈ હમીરભાઇ ધામેચા (ઉ.વ.૩૭) રહે. ખાખરેચી ગામ, સરદારનગર તા. માળિયા (મી) વાળાને રેઇડ દરમ્યાન રોકડ રકમ રૂ.૮૦૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





